INTEGRITY REFLECTION– DAY 6
આજના ક્લાસ ની શરૂઆત “ખુદા હાફિઝ” મૂવીથી થઈ હતી જયારે દિવસ ના બીજા ભાગ માં અમે ટૂંકી મૂવી પણ જોઈ હતી, તે દરેક મૂવી પ્રેરણા દાયક હતી. તે સિવાય અમે ક્લાસ માં રૅપ(RAP) શીટ વિષે ચર્ચા કરી હતી જ્યાં ક્લાસ ના દરેક સભ્યો ની સમસ્યા, ડર, અંગત જીવન ની ચર્ચાઓ, તેમજ તેમના સંઘર્ષો ને સાંભળવું ગમ્યું. તે દરેક ચર્ચા માં હું મારી જાત ને ક્યાંય ને ક્યાંય જોડતો અને અનુભવતો હતો. હું સમજ્યો કે આપણે સૌ જીવન થી એક એવી અપેક્ષા રાખીએ છીએ કે તે દરેક સમયે સંપૂર્ણ અને આનંદિત રહે, પરંતુ જીવન ના કેટલાક કડવા અનુભવો અને વીતતો સમય આપણ ને જીવન માં ઘણું બધું શીખવી જતો હોય છે.
એકંદરે કહીયે તો આજ નું સત્ર ખરેખર ખુબજ સારું અને આનંદમય હતું.