લવ ક્લાસ : “ભણી બધું જ લીધું ,હવે શીખવાનો વારો !”

પેહલા હું વિચારતો, કેમ લવ ક્લાસ! શું બધાને પ્રેમ કરતા નથી આવડતું? ખરેખર તોહ આપણે બધા આ ટોપિક પર એક્સપર્ટ છીએ! લવ કલાસિસના ૯ સેશન પછી સમજ્હ્યો કે લવ એ કોઈ ફીલિંગ નથી, પણ એક ક્રિયા છે. આ વાસ્તવિક ક્રિયાને હરહમેશ મનન અને ચિંતન કરવું જ પડે. ”

“Love is a free exercise choice. Two people love each other only when they are quite capable of living without each other but choose to live with each other.”
– Scott Peck

“પ્રેમ એ સ્વીકૃત પસંદગી છે. બે વ્યક્તિઓ એકબીજાત્યારે જ પ્રેમને આપી શકે જયારે તે બંને એકબીજા વગર પણ જીવવા માટે સક્ષમ હોઈ પરંતુ તે બંને એ જોડે રહીને જીવવાનું પસંદ કર્યું હોઈ.”
– સ્કોટ પેક

તથ્યો જે સમજવા મળ્યા :

– રોમેન્ટિક લવ એક મિથ્યા છે! (સ્વીકારવું સહેલું નહોતું!)
– જ્યાં સુધી પોતાની જાતને પ્રેમ નહિ કરું , હું કોઈને પ્રેમ નહિ આપી શકું.
– ખાતર અને બિયારણની જેમ “પ્રેમ” બે સંબંધોને વધારે સૌમ્ય , કુશળ અને સમૃદ્ધ બનાવવો જોઈએ.
– માફીનામું હંમેશા આંતરિક અને નીરવ શાંતિ અર્પે છે. (અનુભવ્યું પણ)
– તમે તમારા બાળક ના અધિપતિ નથી, (બનવું પણ નહિ) બાળક તમારા દ્વારા આવ્યું છે. તમારા માટે નહિ!

મારા લવ ક્લાસ ગ્રુપનો ખુબ ખુબ આભાર એકબીજાના પ્રતિબિંબો એકબીજાની સમક્ષ ઉજાગર કરવા માટે. અમે જોડે હસ્યા, જોડે જ રડયા, ભૂતકાળને વાગોળ્યો, વર્તમાનને પંપાળ્યો. આ બધી ક્રિયાઓ વચ્ચે બે વ્યક્તિત્વોને અમને માધુર્યથી બાંધ્યા. હા, અમારા લવ કલાસિસને ખુબ સરળ અને અર્ધ્ય બનાવનાર ભૂમિકા પરમાર મેડમ તેમ જ રીતુ ચોપરા મેડમ નો હું ખુબ ખુબ આભારી છું. મારી શીખેલી વાતોને જિંદગીમાં અપનાવતા હંમેશા હું આપ બંનેને ચોક્કસ યાદ કરીશ.

#લવ_ક્લાસ
#સૌમ્ય_પ્રસંગો
#વાતો
#સમજણ

 

Leave a Reply