BOOK CLUB – SHORT BOOK “FISH”

“The past is history

The future is a mystery

Today is a gift That is why we call it the present”

ઉપરોક્ત પંક્તિ FISh – Stepen C.Laundin પુસ્તક માંથી લેવામાં આવેલ છે, અને આ પંક્તિ આપણા જીવનને પણ જાણે સાર્થક કરે છે. કોઈપણ સંસ્થામાં આજીવિકા રળનાર કર્મચારી માટે એ સંસ્થા સાથે કામ કરવું અગત્યનું અને અનિવાર્ય બની જાય છે, જે જગ્યાએ તેઓ દિવસનો મોટા ભાગનો સમય સાથે વિતાવે છે. એ સંસ્થામાં સાથે કામ કરનાર દરેક કર્મચારી પોતાના અંગત જીવનની મુશ્કેલીઓને અવગણી ને કામ કરતી હોય છે.

આ પુસ્તક માં નાયિકા મેરી તેના જીવનમાં આવેલ બદલાવ સાથે તેને મળેલ નવી જવાબદારી સાંભળવા તૈયાર થાય છે. શરૂઆતનો સમય તેના માટે ખૂબ જ વિકટ છે જેને toxic energy dump કહીને બોલવવામાં આવે છે તે છતાં ત્યાં જ રહી તે તેના લક્ષ ને પાર પડે છે.

આ પુસ્તકમાં કર્મચારી જીવનમાં ચાર અગત્યના મુદ્દા જેના પાયા પર આપણી સંસ્થાની ઇમારત અડગ ઉભી રહેલી છે – Choose your Attitude – There is always a choice about the way you do your work, even if there is not a choice about the work itself. Play Make their day Be Present આ પુસ્તક વાંચન એક આહલાદ્ક અનુભવ હતો કેમકે કર્મચારી અને સહકર્મચારી સાથેના સંબંધો કેવા હોવા જોઈએ એ જાણવા મળ્યું. જેમકે ટીમના સભ્યો ને પ્રોત્સાહન આપવું એમને કામ કરવાં માટે યોગ્ય અવકાશ આપવો જ્યાં એના વ્યક્તિત્વનો વિકાસ થાય. બાળક હોય કે કર્મચારી તેમના માટે નાની પ્રવૃત્તિ પણ ક્યારેક કારગર નીવડે છે.

આ પુસ્તકમાં જે પરિસ્થિતિ દર્શાવી છે તેવી જ અમારી શાળામાં પણ અમને અમારા સંસ્થાના મોભી એટલે કે પ્રધાનાચાર્ય દ્વારા અમારી કાળજી લેવામાં આવે છે. આ પુસ્તક વાંચન દરમ્યાન એ દરેક બાબત યાદ આવી. કેમકે Fountainhead school માં કર્મચારીઓને વિચારવા અને કામ કરવા માટે વાતાવરણ આપવામાં આવે છે.

– Kunjan Gandhi

One comment

  • Well said Kunjan. We all spent a lot of time at our work place and we share our personal issues with our colleagues. This book truly helps us apply these four philosophies and enjoy the work we do.

Leave a Reply