એમ તે કાંઈ ડરવાનું હોય?
નવા નવા આવ્યા ફાઉન્ટન્હેડમાં, ત્યારથી જ આ લાઈફ ક્લાસ ભણવામાં જરા અનોખો રસ છે. હવે તો ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો એટલે થોડું લેવલ વધતું હોય એમ લાગ્યું : ઇન્ટિગ્રીટી ક્લાસ. થોડું અલગ હતું આ વખતે. ઓનલાઇન અને એમાં ઘરે બેઠા. ઘણાંખરાં વિષયો પાર વાત થઇ. લોકો પોતાના વ્યક્તિત્વ પ્રમાણે આસપાસની પરિસ્થિતિમાં સારું કે ખરાબ, શું જુએ છે? એ તો હવે લાંબો વિષય છે. પણ શીખવા મળ્યું, ક્યાં આપણે ખોટા છીએ અને ક્યાં બીજા ખોટા છે? શું ખરેખર એ ખોટા પણ છે કે એમનો જોવાનો અંદાજ અલગ છે આપણાથી? જગ્યા ત્યારથી સવાર એ તો.
ઘણી વાતો ડર ઉપર પણ થઇ. કેટલાક વ્યાજબી અને આપમેળે આવી જતા ડર. તો કેટલાક બિનજરૂરી ટાઈમપાસ કરતા કરતા બનાવેલા નક્કામા ડર. અને આ બધા ડરવા પાછળ સચ્છાઇ શું છે એ પણ જાણવી ખુબ જરૂરી. લોકો ભૂતકાળમાં જીવતા હોય છે ક્યાં તો પછી ભવિષ્યમાં. કેમ કે કદાચ ડર ભૂતકાળના લીધે હશે ક્યાં તો ભવિષ્યના લીધે. વિચારજો ક્યારેક, “ચા” પીતા પીતા. જે હોય એ, “આઈ કેન હેન્ડલ ઈટ” કરીને જવા દેવાનું.
#Integrity_Eta