Eat That Frig First by Brian tracy.
“મુશ્કિલ કામ સૌથી પહેલા કરવું ” શીર્ષક જ ઘણું બધું સમજાવી દે છે. કામ તો બધા જ કરતા હોય છે કોઈ વહેલું તો કોઈ મોડું, એમાં કોઈ નવાય નથી. પણ કામ અસરકારક, નિયત સમય માં ગુણવત્તા સાથે કેવી રીતે કરવું અને એ પણ વ્યવસાયિક જીવન અને અંગત જીવન ને સંતુલિત રાખીને એ આ પુસ્તક દ્વારા શીખવા જેવું છે. આ પુસ્તક માં 21 બિંદુ આપેલા છે જેને અનુસરવાથી ખરેખર તમારા કાર્યશૈલી માં ઘણો ખરો ફેરફાર તમે લાવી શકો છો. મારી કાર્યશૈલી ને વધુ અસરકારક બનાવવા માટે મને આ પુસ્તકે પ્રેરણા આપી છે . ધ્યેય નક્કી કરવું, કાર્યની અગ્રિમતા નક્કી કરવી, જે કામ થી તમને કોઈ જાજો ફરક નથી પડતો આવા કાર્ય ને વિલંબ ની શ્રેણી માં મુકવા, 80/20 સૂત્ર નો ઉપયોગ કરવા તરફ મેં મારુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ટેક્નોલોજી નો ઉપયોગ એવો કરો કે તમારા કામની ઝડપ વધારે, માનસિક તાણ ઘટાડે નહિ કે વધારે. 6P સૂત્ર “યોગ્ય પૂર્વ આયોજન નબળા પ્રદર્શનને અટકાવે છે” એ કાર્યશૈલી માં ઉતારવા જેવું છે. સમય નો સદુપયોગ કરવો એ જિંદગી નો સદુપયોગ કરવા બરાબર છે. આ પુસ્તક પરથી મને સંત કબીર ના દોહા યાદ આવે છે “કલ કરે સો આજ કર , આજ કરે સો અબ, પલ મેં પ્રલય હોયેગી, બહુરી કરોગે કબ”.
Wah Akhil. Very well traslated and written in Gujarati. All points added my you are definitely key takeaways.